વ્હાલા જ્ઞાતિજનો,
સાદર નમસ્કાર
શ્રી બેતાલીસ ગોળ દરજી કેળવણી મંડળની દ્રિવાર્ષિક સાધારણ સભા આજ રોજ ગાંધીનગર ખાતે રાખવામા આવેલ અને આજ રોજ આપણા સમાજની વેબસાઇટ નુ વિમોચન કરવામા આવેલ છે જે જણાવતા આનંદ થાય છે ..આપણી આ વેબસાઈટમા અત્યારે જૂના રોકેર્ડ મુજબની માહિતી આપવામા આવેલ છે.જેમ જેમ નવી માહિતી સમાજ પાસે આવશે તેમ આપણી વેબસાઈટ ને અપડેટ કરતા રહીશું .
આ સાથે આ મિટિંગમાં કેલેન્ડરના દાતાશ્રી, ઈનામના દાતાશ્રી,સિનિયર સીટીઝનના શાલના દાતાશ્રી,સુપર સિનિયર સીટીઝન ના શાલ દાતાશ્રી,શીલ્ડના દાતાશ્રી,ટેલીફોન ડિરેક્ટરી દાતાશ્રી,કિડ્સ કોર્નરના દાતાશ્રી,નોટબુકના દાતાશ્રીઓ તથા સ્ટેજ ઉપરના મહેમાનશ્રીઓ જે દાન આપેલ છે તેવા દાતાશ્રીઓ તથા સમાજમાંથી આ સાધારણ સભામાં જે દાન આપેલ છે તેવા તમામ દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર માનું છું તથા આ સાધારણ સભામાં મારા સાથી મિત્રો તથા ટીમે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપેલ છે તે સર્વનો હું ખુબ ખુબ આભાર માનું છું અને આવો ભવિષ્યમાં હર હંમેશા સાથ આપશે તેવી અપેક્ષા રાખું છું.
આપનો વિશ્વાસુ પ્રમુખશ્રી બિપીનચંદ્ર જીવણલાલ દરજી શ્રી બેતાલીસ ગોળ દરજી કેળવણી મંડળ
Best Wishes 😇